તા. ૦૩/૦૩/2012
ઝારા ના યુદ્ધ માં કચ્છ ના દિવાન જીવણ શેઠ સાથે જામનગરના મેરુ ખવાસ સાથે જોડાયેલ હતા.યુદ્ધ પૂરું થયા પછી મેરુ ખવાશે માંડવી નો કબજો લઈ ને પોતાના પુત્ર રામજી ખવાસને વહીવટ સોપેલ હતો.સુંદરજી સોદાગરે અંગ્રેજ કમ્પની સાથે કમિશનથી કામ શરુ કરેલ હોવાનું દુલેરાય કારાની એ જણાવેલ છે.અંગ્રેજ દફતરને આધારે ઈશ્વરલાલ ઓઝા એ રાયધન જી બીજા ના સમયે કચ્છ માં જણાવેલ છે કે ,રામજી ખવાસ શરૂમાં કચ્છ ના રાજવી ગોડજી નો અંગત નોકર હતા પાછળ થી તેમને માંડવી ના સુબો બનાવેલ હતો. એ સમયે મુંબઈ કે જે ઉજડટાપુ વસાવવામાં અંગ્રેજો એ કચ્છ થી મુંબઈ જતા વેપારીઓ પાસે અંગ્રેજ જહાજ માં દરિયા થી મુસાફરી મફત હતી. રામસીહ માલમ યુરોપ થી ટેકનોલોજી ને લાવી ને કચ્છ નો વિકાસ કરેલ છે. સુંદરજી સોદાગરે અંગ્રેજ કમ્પની સાથે ઈ.સ.૧૭૬૪ થી વેપાર શરુ કરેલ હતો .તેનું અવસાન ઈ.સ.૧૭૭૬ માં થયેલ છે.
ઝારા ના યુદ્ધ પછી સિંધમાં તાલચુરા ને હરાવી ને સત્તા કબજે કરેલ હતી કંદહરો ની મદદે જોધપુર ના રાઠોડોએ તાલચુરા સામે ચડાઈ કરેલી તેમાં ચોબારી પાસે ના યુદ્ધ માં તાલચુરા એ રાઠોડો ને હરાવી ઈ.સ.૧૭૮૬ માં સિંધ પર સત્તા જમાવેલ હતી ઈ .સ.૧૭૯૦ માં.મહાદજી સિન્ધિઆ એ રાઠોડ ને હરાવેલ . ઝારા નું યુદ્ધ. ઈ.સ .૧૭૬૨ માં થયેલ આ પછી સિંધમાં તાલચુરા, પંજાબમાં શીખ , રાજસ્થાનમાં સિન્ધિઆ ,ગુજરાતમાં ગાયકવાડ અને મહારાષ્ટ્રમાં પેશ્વા આગળ આવેલ.આ સમયે જમાદાર ફતેમામદે કચ્છમાં વહીવટ સંભાળેલ .મુંબઈના ગવર્નર જોનાથને ઈ.સ.૧૮૦૨ માં બે હજાર ની સેનાસાથે અંગ્રેજ વોકર અને સુંદરજી સોદાગર ને વડોદરા ગાયકવાડ પાસે મુકેલ.
ફતેહમહમદે રામજી ખવાસ ને હરાવી હંસરાજ શાહને માંડવી નો કબજો સોપેલ. અને હંસરાજ શાહે તુણા બંદર નો વિકાસ કરી અંજારમાં કસ્ટમકચેરી શરુ કરેલી. અને જામનગર પર કુચ કરી અખાતમાં કચ્છીગઢ માં કચ્છનું થાણું નાખેલ. ત્યાંથી ગુજરાત પર કુચ કરી સાંતલપુર માં કચ્છ નું થાણું નાખી અંજારનો સૌરાસટ્ર,ગુજરાત,રાજસ્થાન,સિંધ સાથેના વેપારી માર્ગ ને સુરક્ષિત બનાવેલ.
જામનગર ના જામ જ્શાજીનું અવસાન થતા તેના નાના ભાઈ સતાજી ગાદીએ બેઠા. તેથી તેની સામે જશાજી ના વિધવા અછુબા એ રનમલજી ને દતક લઈને તેને જામનગર ના રાજા તરીકે જાહેર કરેલ. આમ થતા સત્તાજીએ અછુબા સામે મદદ માટે અંગ્રેજો ની મદદ લેવી પડેલ..અંગ્રેજોએ રણમલજી ને જામનગરના રાજવી તરીકે સ્વીકાર કરેલ. રણમલજી ને રાજા બનાવવા માટે અંગ્રેજો ને ખર્ચ થયેલ. એ ખર્ચ ગાયકવાડે આપેલ.તેની સામે અંગ્રેજો એ વાઘેર પાસેથી ઓખા જીતીને ગાયકવાડને સોપેલ. આમ કચ્છના અખાત માં ગાયકવાડી દાખલ થયેલ .
ભાયાતોની રજૂઆત સાથે સહમત થઈ ને અંગ્રેજ કચ્છ ના રાજવી ભારમલજી ને હરાવી તેના નાની ઉમરના પુત્ર દેશળજી ને રાજા બનાવેલ.દેશળજી નાની ઉમરના હોવાથી કચ્છનો વહીવટ મેકમર્ડોએ સંભાળેલ. મેકમર્ડોએ અંજાર કસ્ટમ ના વેપારી માર્ગ કબજે કરવા પ્રયત્ન શરુ કરેલ. આ માટે મેકમર્ડોએ વેપારી માર્ગ માં આવતા આડેસર ગામમાં મુકામ કરેલ અને રાત્રી રોકાણ કરેલ. રાત્રી રોકાણ ના સવારેમેકમર્ડો મૃત્યુ પામેલ હાલત માં મળી આવેલ. અંગ્રેજ લેખકો એ મેકમર્ડોનું મૃત્યુ કોલેરાની બીમારી થી થયું તેમ જણાવે છે. કોલેરાની બીમારી માં જાડા,ઉલટી થાય પણ ક્યાય પણ એવી નોધ નથી મળતી કે મેકમર્ડો ને જાડા,ઉલટી થયા હોય. આમ મેકમર્ડો તંદુરસ્ત સ્થિતિમાં અવસાન પામેલ જોવા મળેલ અને કોલેરા થી મરણ પામેલ જણાવવું એ વિરોધાભાસી હકીકત છે.આમ મેકમર્ડો નું મૃત્યુ રહસ્યમય રીતે થયું હોય તેવું લાગે છે.
અંજાર કસ્ટમ હેઠળ ઈ.સ.૧૯૩૧ ના કંડલા બંદર શરુ કરવામાં આવેલ.અંજાર ને ચારે તરફથી રેલ થી જોડવામાં આવેલ જેમાં અંજારથી,તુણા,કંડલા,ભચાઉ અને ભુજ રેલ્વે થી જોડાયેલ.અંજાર વેપારી મહાજન વેપાર સાથે લોકોની સેવા સહાય ની પ્રવૃત્તિ કરતા હતા. આ પ્રવૃત્તિ માટે કંથકોટ રાજવી જાડેજા જામે તેમના ગૌંચરનો વહીવટ અંજાર વેપારી મહાજન ને સોપેલ. ઇનામ નાબુદી ધારા નો અમલ થતા આ ગૌચર અંજાર મહાજન પાસેથી સરકાર ને તબદીલ થયેલ છે.